April 17, 2018 by miraniparivar

તા. ૯/૪/૨૦૧૮ આત્મિય પરિવારજનો, વૈશાખ સુદ – ૮, પુન :પ્રતિષ્ઠા હવન તા. ૨૩/૦૪/૨૦૧૮ સોમવાર સવારે ૮-૦૦ વાગ્યાથી આધોઈ ખાતે બુટભવાની માતાજી સમક્ષ કરવામાં આવશે. શ્રીફળ હોમ બપોરે ૧૨-૩૦ વાગે થશે. આ હવનનાં મુખ્ય યજમાન પદે ડીસાના શ્રી તુલસીદાસ છગનલાલ મીરાણીના પરિવારજનો બિરાજશે. શ્રી મીરાણી કુળદેવી બુટભવાની ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘બુટભવાની છાસ કેંદ્ર’ નું ઉદ્ઘાટન અષ્ટમીના આ સપરમા દિવસે સવારે ૧૦-૦૦ વાગે આધોઈની બજારમાં ગાયત્રી ફોટો સ્ટુડિયોની બહાર કરવામાં આવશે. અત્યારે લગભગ ૪૦ થી ૪૨  ડીગ્રી જેવી ગરમી પડે છે, અને હજુ આગળ જતા ગરમિ વધશે, તો આધોઈ તથા આસપાસનાં ગામમાંથી બજારમાં ખરીદી કરવા આવતા ગ્રામ્યજનો માટે આપણૂં છાસ કેંદ્ર આશિર્વાદરૂપ બનશે. છેલ્લા બે વર્ષોથી આપણે ૩૦ થી ૩૫ સુધી છાસની આ સેવા ટ્રસ્ટ તરફથી આપી રહ્યા છીએ. શરૂઆતનાં વર્ષે છાસ કેંદ્રનું સૌજન્ય ઘાટકોપરના શ્રીમતી ચંદ્રાબેન ધીરજલાલ મીરાણીનું હતુ અને ગયા વર્ષે છાસ કેંદ્રના સૌજન્યનો લાભ – રાયપુરના શ્રી જમનાદાસ મગનલાલ મીરાણી પરિવારે લીધો હતો. આ વર્ષે પરિવારજનોની ઈચ્છાને માન આપીને સૌના સાથ સહકાર અને સહયોગથી છાસ કેંદ્ર શરૂ કરાશે. ચૈત્ર નવરાત્રી વખતે તા. ૨૬/૦૩/૨૦૧૮ ના રોજ છાસ કેંદ્ર માટે સહયોગ આપવાની અપીલ ટ્રસ્ટ તરફથી કરાઈ હતી, તેનો ખૂબ જ સુંદર, બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. આ લખાય છે, ત્યાં સુધી તા. ૯/૪/૨૦૧૮ સુધી નીચેના પરિવારજનોએ પોતાનો સહયોગ નોંધાવ્યો છે.

અ.ક્ર.નામગામરકમ
શ્રી જમનાદાસ મગનલાલ મીરાણી પરિવારરાયપુર૧૧,0૦૦-૦૦
શ્રી મણીલાલ દયાળજી મીરાણી પરિવારધમતરી૧૧,0૦૦-૦૦
શ્રી રાજાભાઈ રતિલાલ મીરાણીમુંબઈ૫,0૦૦-0૦
શ્રી જયંતીલાલ રણછોડદાસ મીરાણીમુંબઈ૫,0૦૦-૦૦
શ્રીમતિ ઉર્મિલાબેન હરેશભાઈ  મીરાણીવિક્રોલી૫,0૦૦-0૦
શ્રીમતિ ચંદ્રાબેન ધીરજલાલ મીરાણીઘાટકોપર૫,0૦૦-0૦
શ્રી ખુશાલભાઈ પ્રેમજીભાઈ મીરાણીરાપર૫,0૦૦-0૦
શ્રી ગીરધરલાલ રામજીભાઈ મીરાણીમલાડ૫,0૦૦-0૦
માતુશ્રી વનીતાબેન શાંતીલાલ મીરાણીજુહુ, મુંબઈ૨,૫૦૦-0૦
૧૦શ્રી હિરાલાલ વશરામભાઈ મીરાણીખરસીયા૨,૧૦૦-0૦
૧૧શ્રી જે. ડી. મીરાણીમોરબી૨,૧૦૦-0૦
૧૨માતુશ્રી હિરાબેન જેઠાલાલ મીરાણીસુરત૨,૧૦૦-0૦
૧૩શ્રી મહાદેવભાઈ દયારામભાઈ મીરાણી પરિવારકડી૨,૧૦૦-0૦
૧૪શ્રી કિશોરભાઈ નારાણજી મીરાણીમુલુંડ૨,૧૦૦-0૦
૧૫શ્રી નરસિંહરામ પ્રેમજીભાઈ મીરાણી પરિવારગાંધીધામ૨,૧૦૦-0૦
૧૬શ્રી ધરમશી સાકરચંદ મીરાણી પરિવારથાણા૨,૧૦૦-૦૦
૧૭શ્રી પરીન લલીતભાઈ લાલજી મીરાણીધનબાદ૨,૧૦૦-૦૦
૧૮ડો. મનીષભાઈ શાંતીલાલ મીરાણીઘાટકોપર૨,0૦૦-૦૦
૧૯શ્રી રણછોડભાઈ લાલજીભાઈ મીરાણીઘાટકોપર૨,0૦૦-૦૦
૨૦શ્રીમતિ જિજ્ઞાબેન હિમાંશુભાઈ મીરાણીકેનેડા૨,0૦૦-૦૦
૨૧શ્રી અતુલભાઈ ધીરજલાલ મીરાણીઅમદાવાદ૧,૧૦૦-૦૦
૨૨શ્રીમતિ ચંદ્રિકાબેન હરીશભાઈ મીરાણીનાગપુર૧,૧૦૦-૦૦
૨૩શ્રી નેણશીભાઈ ગણેશભાઈ મીરાણીથાણા૧,૧૦૦-૦૦
૨૪શ્રી ભરતભાઈ દયાળજીભાઈ મીરાણીરાજકોટ૫૦૦-૦૦
૨૫શ્રી અશોકભાઈ મીરાણીધરમપુર૫૦૦-૦૦

  આ સર્વ સહયોગી પરિવારજનોને તેમના ત્વરીત સુંદર પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર. સર્વ પરિવારજનોને વૈશાખ સુદ અષ્ટમીના હવન પ્રસંગે તથા બુટભવાની છાસ કેંદ્રના ઊદઘાટન પ્રસંગે હાજર રહેવા નમ્ર વિનંતી. આ પરિપત્ર આપણે મર્યાદિત સંખ્યામાં મોકલીએ છીએ, તો આપના પરિચયમાં હોય તેવા સર્વ મીરાણી પરીવારજનોને આ બાબતે ટ્રસ્ટ  વતીથી જાણ કરવા નમ્ર વિનંતી. જે પરિવારજનોને પોતાનો સહયોગ પોતાની આસપાસ રહેલી પંજાબ નેશનલ બેંક ખાતે ભરવા ઈચ્છતા હોય તો આપણા ટ્રસ્ટના બચત ખાતાની વિગત નીચે મુજબ છે. શ્રી મીરાણી કુલદેવી બુટભવાની ચેરીટેબલ ટ્રસ્ટ પંજાબ નેશનલ બેંક, મારવે રોડ, મલાડ (વેસ્ટ), મુંબઈ – ૪૦૦ ૦૬૪ ખાતા નંબર : ૧૨૧૮૦૦૦૧૦૦૨૨૩૩૫૦ અથવા આપના સહયોગની રકમ ટ્રસ્ટની ઘાટકોપર (મુંબઈ) ખાતેની રજિસ્ટર્ડ ઓફિસમાં ચેક અથવા રોકડેથી મોકલીને ટ્રસ્ટની ઓફિસમાં જાણ કરશો જેથી આપને તે રકમની રસીદ મોકલી શકાય. લિ. શ્રી મીરાણી કુળદેવી બુટભવાની ચેરીટેબલ ટ્રસ્ટ રચીત સમીતી વતી, ભરતભાઈ ડી. મીરાણી રોહિતભાઈ આર. મીરાણી માનદ મંત્રીઓ.

Contact

Please reach out us with following available contact us details. We try to reach out as soon as possible depend on our availability. 

Note: You can also send the student final exam result from Contact US form for award which We organize every year on Mahavad Chaththa Havan.

Location:

Maa Boot Bhavani Dham
Adhoi, Kanthkot Road,
Taluka Bhachau, Kutch,
Gujarat, India
Pincode: 370135
Gujarat India