મા બુટભવાની આદ્ય શક્તિનું એક મનોહર સ્વરૂપ છે -આપણે પોતપોતાની રુચિ પ્રમાણે અલગ અલગ સ્વરૂપની ધારણા કરી છે -એમ કહેવાય છે કે બુટમા, બહુચરા,અને બહેલ આ ત્રણ બહેનો છે અને મા હિંગળાજની કુખેથી જન્મ લીધેલ છે. બુટમાં ના ઘણા મંદિરો ધોળકા તાલુકામા જોવા મળે છે ,જેમાં મુખ્યત્વે અરણેજ,રોજ્કા,અને તેની આસપાસ ગામડાઓમા માતાજીના પરચા પૂરતા કેટલાય મંદિરો છે.માં બુટભવાની ઘણી જાતીઓના કુળદેવી છે. આધોઈમાં બિરાજતા માતાજી મીરાણી પરિવારના કુળદેવી છે. આશરે ચારસો વર્ષ પહેલા તેમનું સ્વયંભુ પ્રાકટ્ય આધોઈના મોટાવાસમા થયું. તે વાસમા ખેડૂત કોમની વસ્તી બહોળા પ્રમાણમાં હતી તેઓ પોતાના ખેતર માટે ખાતર તરીકે વાપરવા એક જગ્યા પર ઉકરડો બનાવાતા. આ ઉકરડા નીચે માતાજીનું સ્વરૂપ દટાયેલું હતું -એમ કહેવાય છે મા મીરાણી પરિવારના એક વડીલના સ્વપ્નમા ગયા અને પોતાને આમાંથી બહાર કાઢવા જણાવ્યું, ખોદકામ કરતા માંનું સુંદર સ્વરૂપ પ્રાપ્ત થયું જેની પ્રતિષ્ઠા ત્યાં જ કરે,તે વખતે સમયને અનુરૂપ નાની દેરી બનાવાઈ,ધીમે ધીમે ભક્તો આવવા લાગ્યા ,તેમની સગવડ માટે નાનું રહેઠાણ બનાવવામા આવ્યું,લગભગ ચાલીસેક વર્ષ પહેલા મીરાણી પરિવારના વડીલો ઘાટકોપર ખાતે રહેતા નરભેરામભાઈને ત્યાં એકઠા થયા,આધોઈમા પહેલા કરતા વધારે ભક્તો આવે છે ,તેમની સગવડ માટે કંઈક કરવું તેવી ચર્ચાઓ ઘણો વખત થઈ,તે દરમ્યાન નરભેરામભાઈ સહિત કેટલાક વડીલો ચિર વિદાય લઈ ગયા. તેથી ફરી એક વખત આ વાતો પછી ઠેલાઈ ગઈ. તે દરમ્યાન પાર્લાના શાંતીલાભાઈ,મલાડના લીલાધર,ગિરધર,સુરેશભાઈ વગેરે ભાઈઓ સાથે મૂળ ગાગોદરના હસમુખભાઇએ આ કાર્ય કરવા બીડુ ઝડપ્યું,હસમુખભાઈ હરેક મિરાણી પરિવારના ઘરે ઘરે ગયા,તેમણે જાણે ભેખ લીધો હોય તેમ ભારતભરમા વસતા હરેક પરિવાર પાસે ગયા,આધોઈ બુટભવાની મંદિર વિશે માહિતી આપી બધાને જાગૃત કર્યા.એક સમિતિની રચના થઈ તેમા ઘાટકોપરના ધીરુભાઈ,વાલકેશ્વરના જયંતીભાઈ મંત્રી બન્યા અને ધીરુભાઈ તથા શાંતીલાલભાઈના માર્ગદર્શન હેઠળ કાર્ય શરુ થયું. હસમુખભાઈ,ભચાઉના મેઘજીભાઈ, મોરબીના રતીલાલભાઈ,વગેરે ભાઈઓ એ આધોઈ ની નિયમિત મુલાકાતો લઈ યોગ્ય માર્ગદર્શન આપ્યું. હસમુખભાઈ તો ત્યાંજ ધુણી ધખાવીને બેસી ગયા અને બધાના સાથ સહકાર સાથે શિખર બંધ મંદિર તથા ભક્તજનો માટે પૂર્ણ સુવિધા સાથે બે હોલ તૈયાર થયા અને 27 વર્ષો પહેલા મુંબઈના પ્રખર કર્મકાંડી મનુભાઈ દવેના મુખ્ય આચાર્યપદે મહાવદ છઠના શુભદિને માતાજીની પુન:પ્રતિષ્ઠા કરાઈ,ત્યારથી અત્યાર સુધી સમસ્ત પરિવાર મહાવદ છઠના દિવસે આધોઈગામે એકઠા થાય છે.


અફઘાનીસ્તાનના લોહરાજયના રાણા લોહરાણાના વંશજો 'લોહાણા' કહેવાયા. તેના 'મીરાન' પ્રાંતમાંથી આપણા પ્રતાપી પૂર્વજોએ સ્થળાતર કર્યું. પ્રથમ સિંધ તરફ થઈને રણ પસાર કરીને કચ્છની ધરતી તરફ આવ્યા. તેથી આજે સીંધી લોહાણામાં પણ ''મીરાણી’’ નુખ એક પ્રચલીત અટક છે. કચ્છની ધરતી પર દુઘઈ,કંથકોટ,આઘોઈ,ભચાઉ આસપાસ સર્વનો વસવાટ થયો. આઘોઈ સરહદ પર ટેકરા પર વસેલું ગામ હતું. સરહદી ગામ હોવાના કારણે કિલ્લાથી ઘેરાયેલું સંપુર્ણ સુરક્ષીત ગામડું હતું. એ વખતે 'મા બુટભવાની’’ મીરાણી પરીવારના વડલા સમા એક વડીલના સ્વપ્ને ગયા અને અત્યારે જયાં સ્થાનક છે ત્યાં ઉકરડાં નીચે પોતે દટાયેલાં છે અને મૂંઝાય છે. તેમ જણાવ્યું. સ્વપ્નની એ વાત ઉપર ખોદકામ કરતા નીચેથી મા બુટભવાનીનું સુંદર સ્વરૂપ જુદી– જુદી સાઈઝના ફળા સાથે પ્રગટ થયું. જેને વિધીસર પુજન વિધિ સાથે સમસ્ત મીરાણી પરીવારોએ વધાવી લીધા આજે એ અવસરને ૪૦૦ વર્ષ પૂરાં થયાં. મા બુટભવાનીનાં પ્રાગટયની જેમને અનુભુતિ થઈ હતી. તેમના વંશજો આજે પણ ઉતર ગુજરાતના શીહોરી ગામે વસવાટ કરે છે.


વર્ષો સુધી મા ના પ્રાગટયના આનંદનો અવસર માણનાર મીરાણી પરીવારના સભ્યો કાળક્રમે અલગ અલગ જગ્યાએ સ્થળાતર કરી ગયા.  મોરબી, રાજકોટના મોટા શહેરો હોજાથી – ધંધા રોજગાર અર્થે ત્યા ઘણાં પરીવારો સ્થાયી થયા.નાનું રણ પસાર કરીને ઘણાં ઉતર ગુજરાત તરફ સ્થાયી થયાં અને વાહનવ્યવહારવગેરેનો વિકાસ થતાં સમસ્ત દેશમાં મીરાણી પરીવારો પથરાઈ ગયાં.


શરૂઆતમાં વાહન વ્યવહારની તકલીફોના કારણે હરએક પરીવાર "મા" ના તેજોમય સ્વરૂપની ઝાંખી કરવા આઘોઈ સુધી આવી શકતો ન હતો. તેના કારણે આપણાં પ્રતાપી પૂર્વજોએ સૂચવ્યું તે પ્રમાણે નિયમીત પાણીના આરા પર દિપક પ્રગટાવી માનું સ્મરણ કરી તેને વંદન કરતાં. કેટલાક પરીવારોએ પોતાના પ્રતાપી વડીલને શૂરાપૂરા તરીકે સ્થાપી તેમનું પૂજન શરૂ કર્યું. સમુકિનારે વસતાં કેટલાક મીરાણી પરીવારોએ સમસ્ત રઘુવંશીના કુળદેવ "દરીયાલાલ'' ને કુળદેવ તરીકે સ્થાપી તેમનું પુજન શરૂ કર્યુ બસો પહેલા સ્વામિનારાયણ ભગવાનનો વિચારોનો પ્રભાવ વધતા આપણાં ઘણાં પરીવારોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો સ્વીકાર કર્યો અને પોતાની સામાજિક ક્રીયાઓની રીત રસમ સ્વામિનારાયણ મંદીરો પર પૂર્ણ કરવા લાગ્યા. વર્ષો વીતતા ગયાં – થોડા ઘણાં પરીવારોના સભ્યો નીયમીત અઘોઈ આવતાં. પોતાના સામાજિક રીત રીવાજોની રસમ પતાવીને માને વંદન કરીને નીકળી જતાં. હજુ ત્રીસ વર્ષ પહેલા આઘોઈ સુધી આવવા જવા માટે બહુ જ તકલીફો ઉઠાવવી પડતી. ઉંચા ટેકરા જેવા ગામ પર પહોંચે, ત્યાં રહેવા, જમવા અને પીવાનું પાણી સુધ્ધા મેળવવા તકલીફ પડતી. પાણી છેક નીચેથી કુવામાંથી લીવવુ પડતું. રહેવા બાપદાદાએ બનાવેલ જીર્ણશીર્ણ ઝુંપડી જેવી જગ્યા હતી. જેમાં સાફ સફાઈ કરતા જ દિવસ વીતી જતો, આવનાર ભાઈઓને મનમાં દુ:ખ થતું,સાથે આવેલા નાના બાળકો દુઃખી થતાં, કંઈક કરવું એવી ભાવના ત્યારે ઉત્પન્ન થતી અને પછી ભુલાઈ જતી. 


ભક્તોના આ દુઃખ જોવાતા ન હોય તેમ મા ભગવતી તેના ભકતોના મનમાં વસ્યા અને મુંબઈ ખાતે વસતાં ભાઈઓ ચાર પાંચ વખત ઘાટકોપર ખાતે ભેગા થયાં. પાર્લાના શાંતીલાલ મગનલાલ, ઘાટકોપરના નરભેરામ સાકરચંદ, સાયનના શ્રી ગીરધરલાલ રણછોડદાસ, મલાડના શ્રી ગીરધરલાલ રામજીભાઈ, લીલાધર ભાણજીભાઈ, સુરેશભાઈ પ્રાગજીભાઈ, ઘાટકોપરના શ્રી રતીલાલ ડોસાભાઈ, શ્રી હસમુખલાલ નરભેરામ, શ્રી નેણશીભાઈ ગણેશભાઈ, મોરબીના શ્રી રતીલાલ માવનીભાઈ વગેરે વખતો વખત ભેગાં મળ્યા અને આઘોઈ મંદીરનો જીર્ણોધ્ધર કરવાનું બીડું ઝડપયું. ઘાટકોપરના શ્રી હસમેખલાલ નરભેરામ મીરાણી ગાગોદરવાલાએ સમગ્ર પરીવારની યાત્રા દેશના ખુણે ખુણે એકલવીરની જેમ કરી અને બધાં એકઠા કર્યાં, પાર્લાના શ્રી શાંતીલાલ મગનલાલ, ઘાટકોરના શ્રી રતીલાલ ડોસાભાઈ, ધીરજલાલ નરભેરામ, નેણશીભાઈ ગણેશભાઈ, વાલેકશ્વરના શ્રી જયંતીલાલ રણછોડદાસ, મુલુંડના શ્રી ચંદૂકાંત ત્રિકમજીભાઈ, મોરબીના શ્રી રતીલાલ માવજીભાઈ તથા ભચાઊ ના વયોવુદ્દ  શ્રી મેઘજી કાકાએ સેવા આપવાનું બીડું ઝડપ્યુ અને સમસ્ત પરીવારના સાથ સહકારથી સવંત ૨૦૪૧ ના મહાવદ - સુધી શિખર બંધ મંદીર, રહેવાના એક માળની સરસ સુવીયા સાથે તૈયાર થયું. 


ગામેગામથી ભાઈ બહેનો હોશેભર આવ્યા અને સંવત ૨૦૪૧ ના મહાવદ ના દિવસે ઘાટકોપરના વિદાન કર્મકમંડી શ્રી મનુભાઈ નારાણજી દવેના આચાર્ય પદે માતાજીની પુનઃ પ્રતિષ્ઠા કરાઈ. ત્યારથી હર એક વર્ષ મહાવદ ૬ ને વાર્ષીક પાટોત્સવ તરીકે ઉજવવાનું નકકી કરાયું. જે પરંપરા આજ સુધી ચાલે છે.


સવંત ૨૦૫૦ મહાવદ - દશાબ્દી મહોત્સવ તરીકે ઉજવવાનું નકકી થયું. તે જ અરસામાં સમસ્ત લોહાણાની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદના પ્રમુઅપદે આપણાં ભાઈશ્રી ચંદુસીંહભાઈ હંસરાજભાઈ મીરાણીની સર્વાનુમતે વરણી થઈ. મંદીરના શતાબ્દી મહોત્સવ વખતે આપણાં પરીવારને ગૌરવ અપાવનાર શ્રી ચંદૂસીંહભાઈ મીરાણીનું સન્માન કરવાનું પણ નકકી કરાયું. સંવત ૨૦૪૦ ના વાર્ષીક પાટોત્સવના દશાબ્દી મહોત્સવ વખતે સંસ્થાના પંમુખશ્રી શાંતિલાલ મગનલાલ મીરાણીના પ્રમુખ પદે તથા કચ્છના સંસદ સભ્ય શ્રી હરીલાલભાઈ નાનજીભાઈ પટેલના અતીથી વિશેષ પદે મહાપરીષદના પ્રમુખ પદે વરાયલા શ્રી ચંદુસીંહભાઈ મીરાણીનું પરીવારના હરએક ભાઈબહેનોએ ખુબ ભાવ પૂર્વક સન્માન કર્યું. આ સન્માન સમારંભમાં ચેરીટેબલ ટ્રસ્ટનું સુંદર વીચારવીજ રોપાયું. જે ગામમાં મા બુટભવાનીનું પ્રાગટય થયું છે અને જે ગામના ભાઈ બહેનોએ માના સ્થાનકને સરસ અવસ્થામાં જાળવી રાખ્યું છે. તે ગામનાં હરએક જરૂરીયાતમંદ પરીવાર માટે કઈક કરવું, સાથે મીરાણી પરીવારના તથા રઘુવંશી અન્ય પરીવારોને આઘોઈ દેવસ્થાનોમાં રહેવા, ઉતરવાની તકલીફ પડે છે તે માટે સરસ વ્યવસ્થા કરવી એવી ભાવના સાથે ’’ શ્રી મીરાણી કુળદેવી બુટભવાની ચેરીટેબલ ટ્રસ્ટની’’’ વીધીવત સ્થાપના થઈ. ટ્રસ્ટના ઉદાત કાર્યમાં સાથ સહકાર આપવા કચ્છના સંસદસભ્ય શ્રી હરીલાલભાઈ નાનજીભાઈ પટેલે પોતાની સાડા બાર એકર જમીન પાણીના બોર સાથે બહુજ વ્યાજબી ભાવે આપવાની ઓફર કરી. 


એમની ઓફરને વધાવી લઈને વત ૨૦૫૨ ના મહાવદ ના વાર્ષીક ઉત્સવના આગલા દિવસે આજ નગરના આણદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવ પ્રસાદજીની નિશ્રામાં શ્રી રાજાભાઈ મીરાણીના પરીવાર જનો, શ્રી ચંદ્રસિંહભાઈ મીરાણી તથા શ્રી શાંતીલાલ મગનલાલ મીરાણીના હસ્તે ભૂમીપુજન ની વિધી પાર પડાઈ. સમસ્ત પરીવારના ભાઈ બહાનોની સહાયથી કુળદેવી મા શ્રી બુટભવાનીને નજર સમક્ષ રાખીને આઘોઈને વડું મથક રાખીને મીરાણી પરીવારે એક સેવાનું સુંદર અભિયાન આદર્યું. દોઢ એકર જમીનના એક ભાગમાં બાંધકામ કરીને સંસ્થાના વડા મથકનું કાર્યાલય તૈયાર થઈ ગયું છે. તેમાં અબોલ જીવો માટે તથા પસાર થતા વટેમાર્ગુઓની સેવા કરવા માટે પાણીના પરબનું કાર્ય થઈ ગયું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે તૈયારી ચાલુ છે.દોઢસો જેટલા વૃક્ષોનું વાવેતર પર્યાવરણની જાળવણી કરવા માટે થઈ ચુકયું છે. આર્યુવેદીક ક્ષેત્રે વનસ્પતીઓના વાવેતર તથા અભ્યાસ માટે માંડવીના શ્રી વિવેકાનંદ રીસર્ચ ઈન્સ્ટીટયુટ તથા ભાવનગર પાસે ડો. વિઠલભાઈ પટેલનો સંપર્ક સાધ્યો છે. કાર્યાલયનું બાંધકામ પૂર્ણ થતાં તરત જ મેડીકલ કેમ્પ,નેચરોપેથી ના કેમ્પ તથા ધાર્મીક શિક્ષણ ક્ષેત્રની શીબીરોના આયોજનની વિચારણા ચાલી રહી છે. પરીવારના હરએક સભ્યના મનમાં એક જ સુંદર ભાવના રહી છે ’’ હુ સૂર્ય કે ચંદુ ન થઈ શકું પણ નાનકડું ટમટમતું કોડીયું બનીને કોઈની ઝુંપડીમાં પ્રકાશ પાથરીશકું તો પણ ઘણું’’ આ સર્વને આ દિપમાળાના દિપક બનવા સાદર નિમંત્રણ છે.

Contact

Please reach out us with following available contact us details. We try to reach out as soon as possible depend on our availability. 

Note: You can also send the student final exam result from Contact US form for award which We organize every year on Mahavad Chaththa Havan.

Location:

Maa Boot Bhavani Dham
Adhoi, Kanthkot Road,
Taluka Bhachau, Kutch,
Gujarat, India
Pincode: 370135
Gujarat India